samanya-delivery-athva-ceaserien

કુદરતી પ્રસુતિ એટલે યોનિ ર્માગ થી બાળકનો જન્મ

કુદરતી કંઈપણ હોઇ એ હંમેશા લાભદાયક હોય છે. યોનિ દ્વારા બાળકનું માથુ બહાર અાવવાને કુદરતી પ્રસુતિ મનાય છે. મોટા પ્રમાણ ની માતાઓ અા રીતે જ બાળકને જન્મ અાપવા માગે છે.

 

કુદરતી પ્રસુતિ નાં ફાયદા:

૧. અા ડિલીવરી પછી તમારે દવાખાના માં ઓછું રેહવુ પડે છે.

૨. મા નું શરીર જલ્દી સારુ થઈ જાય છે.

૩. અાનાથી તમારા શરીર માં કોઈ કાપો કે ટાંકા નઈ લાગે.

૪. તમારા શરીર પર કોઈ ખરાબ ડાઘ નહી અાવે.

૫. કોઈ પણ લોખંડનાં સાધનો નોં ઊપયોગ નાં હોવાથી રોગસંક્રમણ સામે બચાવ મળે છે.

૬. કેમકે અામાં શસ્ત્રક્રિયા નથી કરવામાં અાવતી અેટલે માતાને ગંભીર પરિસ્થિતિ નો સામનો નથી કરવો પડતો.

 

અમેરિકન પ્રેગનેન્સી અસોસિએશન ના પ્રમાણે યોનિ માર્ગ થી થયેલી ડિલીવરી થી માતાનું જીવન બચી જાય છે.

યોનિ પ્રસુતિ માટે મા અને બાળક નું શરીર કુદરતી રુપમાં પોતાને ઢાળી લે છે. અા ઊપરાંત બાળક જ્યારે મા ની યોનિ થી

નીકળે છે ત્યારે તેના ફેફસાંમાં જે ગર્ભનાં સમય નું લોહી હોય છે તે જાતે બહાર અાવી જાય છે. બાળક જરુરી બેક્ટેરિયા પણ

અંદર લે છે જે તેના આંતરડા માટે કામ અાવે છે. બાળકની રોગ-પ્રતિકારક ક્ષમતા પણ વધે છે.

 

કુદરતી પ્રસુતિ ની કોમ્પ્લીકેશન્સ:

અા પુરી રીતનાં તમારા શરીર ની પરિપક્વતા ઉપર આશ્રિત છે. જો તમારુ શરીર બાળકની ડિલીવરી માટે તૈયાર નથી તો

તમારુ જીવન ને જોખમ થવાનો ભય થઈ શકે છે. યોનિ પ્રસુતિ માં પેશાબ બંધ ના થવાની સંભાવના ખુબ વધી જાય છે.

યોનિ પ્રસુતિ ના કારણે તમારે પછીથી સંભોગ માં રસ ઓછો થઈ જઈ શકે છે. અા ડિલીવરી માં બાળકનાં માથાને બર્થ કેનાલ

દ્વારા બહાર અાવવુ પડે છે એટલે તેના માથા પર દબાવ પડી શકે છે. તમારા બાળકને નિકાડવા માટે હાથ અથવા ફોરસેપ

નો ઊપયોગ કરવો પડી શકે છે.

 

સિઝેરિયન સેક્શન એટલે કે સી-સેક્શન :

અાજ કાલ અાની લોકપ્રિયતા વધતી જાય છે. અામાં તમારા પેટ અને ગર્ભાશય ને થોડા કાપી ને એમાં થી બાળકને દુર કરવામાં અાવે છે. સી-સેક્શન

પ્લાન કરેલી સર્જિકલ પ્રક્રિયા હોય છે.

સિઝેરિયન સેક્શન નાં લાભ:

અામાં ડોક્ટર તમને એનેસ્થેસીયા અાપીને બેભાન કરી દે છે અને તમને પિડા અનુભવ થશે નહિ. ભાન માં અાવતા સુધી માં તમને ટાંકા લાગી જશે.

અામાં તમારા બાળકને તમારા યોનિમાર્ગ થી દુર થવાનો ભય ઓછો થશે. અા દ્વારા તેના માથા ઉપર વધારે દબાણ નહીં પડે.

સી-સેક્શન નો ભય:

div class=”medium-insert-images”>

સી-સેક્શન માં ડિલીવરી ની ખોટી તારીખ ગણવાથી ખોટા સમય ઉપર વાઢકાપ (ઓપરેશન) થાઈ છે. અાવામાં ના તો તમારુ શરીર જન્મ અાપવા માટે અને ના તો તમારુ બાળક જન્મ લેવા માટે તૈયાર હોય છે.

અાને સફળ બનાવા માટે તમારા શરીર માં ખુબજ રક્ત સ્ત્રાવ થાઈ છે. અામાં બાળકને અનિચ્છનીય રોગસંક્રમણ થવાનો ભય રહે છે.

વાઢકાપ પછી માતા ને ઘણા સમય સુધી દવાખાનામાં રાખવી પડી શકે છે. તમને પેટ ખાલી કરવામાં તકલીફ અાવી શકે છે કેમકે તમારા આંતરડા

નાં કાર્યક્ષમતા ઉપર અસર પડી છે.

તમને ડિલીવરી નાં પછી તણાવ થઈ શકે છે. તમને સ્તનપાન કરાવામાં તકલીફ પડી શકે છે.

બાળકને જન્મ દેવાનો નિર્ણય પુર્ણ રુપ થી તમારો વ્યક્તિગત નિર્ણય છે. અમે તો ખાલી એટલું ઈચ્છીએ છીએ કે તમે અને તમારા પતિ ,તમારી અને બાળકની સ્થિતી ને સમજીને નિર્ણય લો. તમે ડોક્ટર પાસે સલાહ લેવામાં મોડું ના કરશો

ગમ્યુ હોય તો અન્ય માતાઓ સાથે જરુર શેર કરજો!

Leave a Reply

%d bloggers like this: