બેબી શાવર (શ્રીમંત) નું મહત્વ

ઘણા દેશો માં બેબી શાવર આવવા વાળા અથવા પેદા થયેલા બાળકની માને અભિનંદન દેવા તેમજ બાળકની સલામતી અને સારા આરોગ્ય માટે 

ઉજવવામાં આવે છે. અામાં મા ને ભેટ આપવામાં આવે છે. ઘણા રીવાજો માં એક મહિલા નું સ્ત્રી થી મા બનવાનાં સફર ઉજવવામાં આવે છે.

અલગ અલગ દેશોમાં આને અલગ અલગ નામ થી બોલાવામાં આવે છે. આ પોસ્ટ માં આપણે ભારત નાં સંદર્ભ માં બેબી શાવર નાં વિશે વાત કરીશું.

બેબી શાવર નું નામ ક્યાંથી આવ્યું?

બેબી શાવર નો અર્થ થાય છે માની કોખ ભેટો થી ભરી દેવી.

બેબી શાવરની શરુઆત કેવી રીતે થઈ?

બેબી શાવર પરંપરાગત રીતે પરિવાર ની પેહલી સંતાન ની માટે ઉજવવા માં આવે છે. આમાં ખાલી મહિલાઓ નેં જ આંમત્રણ

આપવામાં આવે છે. પહેલા લોકો ઘરનાં નજીક નાં પરિવાર જનો સાથે જ ગોદ ભરાઈ કરતા હતા કેમકે બહારનાં લોકો પાસે

ભેટની માગણી કરવી સારી વાત નોતી મનાતી. પરંતુ અલગ અલગ દેશો ના અલગ અલગ રીવાજો અનુસાર થોડી અલગ રીતે

ઉજવવામાં આવે છે. ઘણી વાર ઘરમાં બાળકની દાદી અથવા નાની મહેમાનો ની આગતાસ્વાગતા કરે છે.

શરુઆત માં બેબી શાવર કેવી રીતે ઉજવવામાં આવતું હતું?

વેદોનાં સમયથી મહિલાઓ નો ખોળો ભરવામાં આવતો હતો. શ્રીમંત નામની વિધિમાં મહિલાઓને સુકો મેવો, ગળ્યા ચણા ખવડાવામાં આવતા હતા

અને બંગડી, ચાંદલા વગેરે ભેટ તરીકે આપવામાં આવે છે. આ વિધિ માં બાળક નાં કાન નાં વિકાસ ને ધ્યાનમાં રાખીને એક વિશેષ પ્રકાર નું સંગીત

કાર્યક્રમ પણ રાખવામાં આવતો હતો. આનાથી બાળક ને મધુર સંગીત સાંભળવા મળશે તેવુ માનવામાં આવતુ હતુ. શ્રીમંત મા અને બાળક ના

સ્વાસ્થ્ય માટે ઉજવવામાં આવતો હતો.

ભારત નાં વિવિધ ભાગ માં શ્રીમંત ને તેના સ્થાનીય નામથી બોલાવામાં આવે છે.

ભારતનાં ઉત્તરી રાજ્યો માં શ્રીમંત ને ગોદ ભરાઈનાં નામથી જાણવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં તેને દોહાલજેવન કહે છે.

પશ્ચિમ બંગાળ અને ઓેરીસ્સામાં શ્રીમંત ને સાધરોષી કહે છે.

દક્ષિણ ભારત જેમકે તામિલનાડું અને આંધ્ર પ્રદેશ માં તેને સીમન્ધમ/ વલયકાપુ અથવા પુછોત્તલ કેહવાય છે. કર્ણાટકમાં

સીમંત કેહવાય છે, દક્ષિણ ભારત માં સીમંત માં સાડી, ઘરેણા અને ફુલો ની માળા પહેરાવામાં આવશે. અાની સાથે જ

તેની માટે ફુલોથી શણગારેલો હીંચકો પણ નાખવામાં આવે છે. જેમાં તે હીંચકા ખાઈ શકે.

ગુજરાતમાં સીમંત ને શ્રીમંત અથવા ખોળો ભર્યો કહે છે. એને ૭ થી ૮ મહિનાની ગર્ભવતી મહિલા માં ઉજવવામાં આવે છે. સીમંતનાં પછી ગર્ભવતી

મહિલા પોતાના માયકામાં જઈ ને જ પ્રસુતિ કરાવી શકે છે. રાંદલ દેવી જેને સુરજ દેવતા ની પત્ની માનવામાં આવે છે, તેને પુજા અને પ્રસાદ ચડાવવા

માં આવે છે તેથી તે બાળક ની રક્ષા કરે તેમજ તેને સ્વસ્થ રાખે.

કેરેલામાં ગોદભરાઈને પુલિકુડી અથવા વાયત્તુ પોંગલ પણ કેહવામાં આવે છે. આ મુળ રુપથી નાયર લોકોમાં ઉજવવામાં આવે છે. પણ હવે તેની

પ્રસુદ્ધિ બીજા હિંદુ જાતીઓમાં પણ ફેલાઈ ગઈ છે. પંડિત દ્વારા એક શુભ દિવસ પસંદ કરવામાં આવે છે. તે દિવસે તેને ઘરમાં બનેલા આર્યુવેદિક

તેલથી માલિશ કરવામાં આવે છે. તેના પછી તેને ઘરનાં વડિલ મહિલાઓ દ્વારા નવડાવવા માં અાવે છે. તેના પછી ઘરમાં દેવી ની પુજા કરવામાં

આવે છે સાથે જ હર્બલ દવાઓ ગર્ભવતી મહિલાને દેવામાં આવે છે.

 

નામ કાંઈ પણ હોય પણ અાને ઉજવવાનો હેતુ એક જ છે, બાળક તેમજ મા ની ખુશી. તો તમે પણ આને વાંચો અને જરુર શેર કરો.

Leave a Reply

%d bloggers like this: