ગર્ભાવસ્થા ના દરમ્યાન વજન નું વધવુ સૌથી વધારે ચિંતા વાળી વાત હોય છે,નીચે અમે વજન વધવાના થોડા કારણો આપ્યા છે:
રાત નાં ઊંઘની કમી

રાતનાં સમયે સતત બાળક ની દેખરેખ કરવાથી તમને સુવાનો સમય નથી મળતો, પરંતુ જો તમારુ બાળક તમારા રુટીન પર ચાલતુ હોય જેમકે તમે જે સમયે ઊંઘતા હો તે જ સમયે તે પણ ઊંઘી અને જાગતુ હોય તો તે તમારા માટે સારુ છે. નવી માઓ ની માટે સકુન ની ઊંઘ મળવી એક મીથ થઈ ગયુ છે જેના કારણે તમારી ફુડ ક્રેવિંગ વધતી ગઈ છે.આ ક્રેવિંગ વધારે પ્રમાણ માં તે ખોરાક ની માટે હોય છે જે અસ્વસ્થ હોય છે અને ફેટ ની માત્રા વધારે હોય છે. ઊંઘની અછત અને અસ્વસ્થ ખોરાક બંને તમારુ વજન વધારવા માટે જાણીતું છે. તમારા બાળક ને ઊંઘનો એક સ્વસ્થ રુટીનફોલોવ કરાવો જેનાથી બદલામાં તમને પણ ૪-૫ કલાક સુવાની તક મળે.
તમારા બાળકનો વધેલો ખોરાક ખાવાનું

મા બનવાનાં શરુઆત નાં દિવસો માં તમને તમારા બાળકનાં ખોરાક નો અંદાજો નહીં હોય અને તે કારણે તમે બાળક માટે વધારે ખોરાક બનાવશો જે તે પડતું મુકશે અને તેનો બગાડનાં થાય તે માટે તમે તે વધેલા ખોરાક ને ખાય લેશો.તમે જે વધેલો ખોરાક ખાવ છો તેના કારણે તમારી કેલેરીઝ તો નહીં વધે પણ બાળકનાં ખોરાક માં જે વધુ માત્રા માં કાર્બોહાયડ્રેટ હોય છે તેનાથી તમારુ વજન વધી શકે છે. તમારા બાળકનું વધેલું ખાવાનું ના ખાવા. કોશીશ કરો કે તમે તેનો ખોરાક સમજી શકો અને તે પ્રમાણે જ તેનો ખોરાક બનાવો.
વધુ સમય બેઠીને કાઢવો:

બાળકનાં પેદા થવાના ૬-૭ મહીના સુધી તમારો વધારે સમય બાળક ની સાથે બેઠીને અથવા ઊંઘી ને નીકળે છે. તમારી ફીઝીકલ એક્ટીવીટી ની અછત ના કારણે તમારુ વજન વધે છે. આટલી મુશ્કેલી ની વચ્ચે દિવસ માં ઓછામાં ઓછું ૩૦ મિનિટ વ્યાયામ માટે નિકાળો એવુ કરવાથી તમે તમારા વજનને માપમાં રાખી શકશો વ્યાયામ જો ના થઈ શકે તો તમે ઘરનું કામ પણ કરી શકો છો.
વધારે કેલેરી વાળો ખોરાક:

ગર્ભાવસ્થા ની દરમ્યાન સતત પૌષ્ટિક ખોરાક ખાવાની પછી તમને જંક ખોરાક ખાવાનું ખુબ મન થશે. અમે તમને સમજીયે છીએ! પરંતુ એવો ખોરાક ખાવાની ઈચ્છા ખાલી તમારુ શરીર વધારે છે જે ગર્ભાવસ્થા ના કારણે તેના આકાર થી બદલાઈ ગયો છે. હેલ્ધી ખોરાક ખાવાની કોશિશ કરો જેમકે તાજા ફળો, શાક, સલાડ, ઈંડા, ઓટમીલ,સુપ અને સ્મુધી.
સેલ્ફ મોટીવેશન ની કમી:

મા બનવાની પછી ૨૪ કલાક પણ ઓછા લાગે છે. તેના છતા પણ જ્યારે તમે કોઈ સ્વસ્થ વ્યાયામ અને ડાઈટ ફોલોવ કરો છો તો તમને જલ્દિ તેનું પરીણામ જોઈએ છે. પરંતુ સાચુ એ છે કે તમારુ શરીર ગર્ભાવસ્થા ની પછી વજન ઘટાડવામાં વધારે સમય લગાડે છે અને તે તમને ડિમોટિવેટ કરી શકે છે.મોટા ભાગની મહિલાઓ વ્યાયામ કરવાનાં એક મહિના પછી જ વ્યાયામ બંધ કરી દે છે. સારુ પરિણામ મેળવવા માટે તમારે થોડી ધીરજ રાખવી પડશે.વજન ઘટાડવાની જગ્યાએ ફીટ રેહવાનો પ્રયાસ કરો અને તમારી ડાયટ,ઊંઘ અને વ્યાયામ પર ધ્યાન આપો. મા બનવુ તમારી માટે ઉપર વાળાની ભેટછે, તમારુ ધ્યાન રાખજો.
અમે આશા રાખ્યે છીએ કે આને વાંચી ને ગર્ભાવસ્થા ની પછી તમને તમારુ વજન ઘટાડવામાં મદદ મળશે, આ પોસ્ટ ને શેર કરીને બીજી માતાઓ સુધી પણ પહોંચાડો!