ભારત માં ગ્રહણ ની સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે જેવી કે આ ના કરો, આ ના ખાવ,બહાર ના નિકળો,ગ્રહણ ના જુવો.આવુ એટલા માટે કહે છે કેમકે તે માણસ પર નકારાત્મક અસર નાખે છે. ગર્ભવતી મહિલા ઉપર તેની અસર વધારે પડી શકે છે કેમકે તે પોતાના શરીર માં એક નાની જાન ને આશ્રયસ્થાન આપી રહી છે. અમે તમને ગ્રહણ થી જોડાયેલા માન્યતા અને તેની પાછળ નાં તથ્યો વિશે કેહવા માગીશું.

ભારત માં ગર્ભવતી ને ગ્રહણ નાં સમયે શું સલાહ આપવામાં આવે છે?
૧.ઘર ની અંદર રેહવા નું કેહવામાં આવે છે. તેમને ગ્રહણ ને સીધુ જોવામાં ના પાડવામાં આવે છે કેમકે તેનાથી તેમનાં બાળક માં બર્થડિફેક્ટ થઈ શકે છે. તેનો અર્થ બાળક નો કોઈ અંગ અલ્પ વિકસીત રહી શકે છે.

પરંતુ તમે ગોગલ લગાડી ને ગ્રહણ ને જોઈ શકો છો.

૨.તેમને જમવાનું બનાવાની અથવા ખાવા ની ના પાડી દે છે કેમકે તેનાથી ગર્ભ માં બાળક પર ગેરઅસર પડશે.

૩. ચંદ્ર ગ્રહણ માં ધારદાર વસ્તુ જેવી કે ચપ્પુ અને કાતર થી દુર રહો કેમકે તે બાળક નાં હોંઠ નો આકાર બગાડી શકે છે. તેની સિવાય બાળક નાં શરીર પર નિશાન પડી શકે છે.
૪.ગ્રહણ ના સમયે પાણી નું સેવન ના કરો. આ ખાલી ગર્ભવતી જ નહીં પરંતુ બધા લોકો ને માટે કરવામાં આવે છે.

૫.ગ્રહણ ના સમયે બને તેટલુ આરામ કરો.

૬.બારીઓ ને મોટા પડદા નાખી ને ઢાંકી દો.

૭. ગ્રહણ પુરા થયા પછી સ્નાન કરી લો.સતપ પાણી માં ન્હાવા થી તમારા શરીર નો થાક અને પીડા જતી રેહેશે.

તેની સિવાય હજુ પણ માન્યતાઓ ભારત માં પ્રચલિત છે. તેનું પાલન કરવામાં કોઈ ખરાબી નથી જ્યાં સુધી એ તમારા માનસિક સંતોષ માં કોઈ અવરોધ ના લાવે. તેનો પાલન કરવાથી ઘર નાં વડીલો પણ તમારા થી ખુશ રેહેશે અને તમને આજ્ઞાકારી પુત્રવધુ માનશે.

આંખ મીંચી ને કોઈ પણ વાત પર વિશ્વાસ કરવાનું પણ બરાબર નથી. થોડુ સમજી વિચારી ને પગલું ભરો. આ તમારા અને તમારા બાળક નો સવાલ છે. આ બ્લોગ ને તમારી બધી સહેલીઓ ની સાથે શેર કરો.