નવજાતની નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ખાસ સસ્તા+ઘરેલૂ નુસખા👌👌

નાના બાળકોને નાની-નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ તો ચાલતી જ રહે છે. પરંતુ નાના બાળકોને જ્યારે કોઈ સમસ્યા થાય ત્યારે તેમની તકલીફ સમજવી બહુ જ મુશ્કેલ હોય છે કારણ કે નાના બાળકો બોલી ન શકે અથવા તો સરખી રીતે જણાવી ન શકે કે તેમને શું તકલીફ થઈ રહી છે તો તેનું નિદાન પણ મુશ્કેલ બને છે. એવામાં જો આડીઅવડી દવાઓ આપી દેવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. જેથી નાના બાળકો માટે સૌથી શ્રેષ્ઠ અને કોઈ જ આડઅસર વિનાના ઉપાય જ અપનાવવા જોઈએ, જેના માટે આયુર્વેદની દેશી દવાઓ અને ઘરેલૂ નુસખા ઉત્તમ રહે છે. જેથી આજે અમે તમને નાના બાળકોની નાની-નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે કેટલાક ખાસ ઘરેલૂ અને ઝડપથી આરામ પહોંચાડે તેવા સરળ નુસખા બતાવીશું.

– ખજૂરની એક પેશી ચોખાના ઓસામણ સાથે મેળવી, ખૂબ વાટી તેમાં થોડું પાણી મેળવીને નાના બાળકોને બે ત્રણ વખત આપવાથી નબળાં થઈ ગયેલા બાળકો હૃષ્ટપુષ્ટ ભરાવદાર બને છે.
– એક ચમચી પાલકની ભાજીનો રસ લઈ મધમાં ભેળવી રોજ બાળકને આપવાથી સુકલકડી બાળકો શકિતશાળી બને છે.
– પાકાં ટામેટાંનો તાજો રસ નાનાં બાળકોને દિવસમાં બે-ત્રણ વાર આપવાથી બાળકો નિરોગી અને બળવાન બને છે.
– બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઊઘમાં પેશાબ કરતાં હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે.
– તુલસીના પાનનો રસ મધમાં મેળવીને પેઢા પર ઘસવાથી બાળકના દાંત તકલીફ વગર સરળતાથી આવે છે.
 
– તુલસીના પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખીને રોજ પીવડાવવાથી બાળકના સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે. બાળકની ઉંચાઈ વધે છે.
– દૂધ પીવડાવતાં પહેલા ટામેટાંનો એક ચમચી રસ પીવાથી, બાળકોને થતી દૂધની ઊલટી મટે છે.
– હળદર નાખી ગરમ કરેલા દૂધમાં સહેજ મીઠુંને ગોળ નાખીને આપવાથી બાળકોની શરદી, કફ અને સસણી મટે છે.
– લસણની એક કે બે કળી દૂધમાં પકાવી, ગાળી દૂધ આપવાથી બાળકોની મોટી ઉધરસ મટે છે.
 
 
– ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં આપવાથી બાળકોની ઉધરસ અને શ્વાસ મટે છે.
– નાગરવેલનાં પાનને દિવેલ ચોપડી સહેજ ગરમ કરી, બાળકની છાતી પર મૂકી ગરમ કપડાંથી હળવો શેક કરવાથી કફ છૂટો પડી જાય છે.
– લસણની કળીઓને કચડી, પોટલી બનાવી, બાળકના ગળામાં બાંધી રાખવાથી બાળકની કાળી ખાંસી (હુકિંગ કફ-હેડકી ઉધરસ) મટે છે.
– બાળકની છાતી કફથી ભરાઈ ગઈ હોય તો તુલસીના પાનનો રસ મધમાં મેળવી બે-ત્રણવાર આપવાથી તુલસીના રસને ગરમ કરી છાતી, નાક તથા કપાળે લગાડવાથી શરદી અને કફમાં ખૂબ રાહત મળે છે.
– બાળકને પેટમાં દુ:ખે ત્યારે તેના પેશાબને પેટ ઉપર ચોપડવાથી લાભ થાય છે. નાના બાળકને છાશ પીવડાવવાથી દાંત નીકળવામાં તકલીફ થતી નથી.

Leave a Reply

%d bloggers like this: