આ બોલીવૂડ અભિનેત્રીઓ એ ગર્ભાવસ્થા પછી વજન ઘટાડવા શું કર્યું?😯😯

 

શું તમે ક્યારેય વિચાર્યું છે કે સેલિબ્રિટી માતાઓ અચાનક તેમના વજનને ઘટાડીને પાતળા શરીરમાં પાછા કેવી રીતે આવે છે. અમે તમને 6 અભિનેત્રીઓ અને તેમના ફિટનેસ ફંડા વિશે બતાવશું. જેના કારણે તેઓ  બૉલીવુડની યમ્મી મમ્મી તરીકે ઓળખાય છે.

 

૧. એશ્વર્યા રાય બચ્ચન

  એશ્વર્યા એ પોતાનું વજન ઓછુ કરવા માટે પર્યાપ્ત સમય લીધો હતો. બીજી અભિનેત્રીઓ કરતા તેમણે માં બનવા ના એહસાસ ને ભરપુર રીતે આનદ થી ઉજવ્યો. પરંતુ ગર્ભાવસ્થા ના થોડા સમય પછીજ પોતાના શરીર ને પાતળું અને ટોન્ડ કરી દીધું. તેમણે કહ્યું કે તેમના વજનમાં ઘટાડા નું કારણ છે ચરબી રહિત ખોરાક, જેમાં તાજા ફળો, બાફેલા શાકભાજી અને બ્રાઉન રાઈસ નો સમાવેશ થાય છે. તે હમેશા ખોરાક ને નાના ભાગ માં લે છે અને દિવસ ના શરૂઆત માં એક ગ્લાસ ગરમ પાણી માં લીંબુ અને મધ મેળવીને પીવે છે જેથી તેમનું મેટાબોલીઝ્મ આખો દિવસ રહે.

 

૨.કરીના કપૂર ખાન

  કરિના કપૂર ખાન હજી પણ વજન ઘટાડવાની પ્રક્રિયામાં છે, અઠવાડિયામાં ઘણી વાર જિમમાં જાય છે અને પોતાની જાતને મજબૂત કરવા દિવસમાં 20-30 મિનિટ ચાલે છે.

 

૩.શિલ્પા શેટ્ટી કુન્દ્રા

  શિલ્પા પહલે થીજ યોગ્ય આકાર માં રહી છે. તેમણે જણાવ્યું કે ગર્ભાવસ્થા પેહલા કે પછી હમેશા થી તે જંક ફૂડ થી દૂર રહે છે. તેમના આહારમાં મર્યાદિત કાર્બોહાઇડ્રેટ અને ફળો, શાકભાજી, તેમજ પ્રોટીનની સમતોલિત માત્રાનો સમાવેશ થાય છે. આ સિવાય તે દરરોજ યોગા પણ કરે છે . આ બધું કરવાથી ૩ મહિના માજ તેમણે ૨૧ કિલો વજન ઓછુ કર્યું હતું.

 

૪. કાજોલ દેવગણ

   બીજા બાળક ના જન્મ્યા પછી કાજોલ એ નક્કી કર્યું કે હવે તે વજન ઉતારશે. તેમણે આ વિષય પર પોતાના ટ્રેનર સાથે કામ કરવાનું શરૂ કર્યું જેથી તેઓ ચોક્કસ સમયે શરીરની સ્નાયુઓને મજબૂત કરી શકે અને સ્થૂળતા ઘટાડી શકે. તેઓ તેમના આહાર વિશે પણ સભાન હતા તેમના આહારમાં માછલી, ઇંડા, ચીઝ, (લીન ચિકન) અને દૂધનો સમાવેશ થાય છે. આ આહાર ના મદદ થી તેમણે ૫ મહિના માં ૧૮કિલો વજન ઘટાડ્યું.

 

૫. લારા દત્તા

   આ યમ્મી મમ્મી એ ગર્ભાવસ્થા પછી ગંભીર ડાયટ ફોલો કર્યું હતું. દરરોજ તે એક કલાક નું વર્કાઉટ કરતા હતા. આહાર માં કાચા ફળો, બદામ, તાજા ફળોના રસ અને ઓમેલેટનો ઉપયોગ કર્યો હતો. કોફી કે ચા જેવી વસ્તુઓ નું સેવન થી દુર રેહતી.

Leave a Reply

%d bloggers like this: